રણજિતરામ ગદ્યસંચય – ૧/આમુખ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.
ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે.
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.
યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.
<br><br>
<br>
ઑગસ્ટ ૧૯૦૭
ઑગસ્ટ ૧૯૦૭
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 15:57, 29 May 2026

આમુખ

સાહિત્ય પ્રજાઓની સંસ્કૃતિની કોટિ દર્શાવનાર દર્પણ છે. પ્રજાઓનું વિચારજીવન ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ છે તે બતાવનાર નિકષશિલા તે છે. પ્રજાઓના ઉડ્ડયન, વાંછના, ઉચ્ચગ્રાહો આદિ તે દ્વારા આવિર્ભાવ પામે છે તેમ સાહિત્યથી તેમને ઉત્તેજન, ઉન્નતિ, આગ્રહ અને વિશદતા મળે છે. પ્રજાના સમગ્ર જીવનને – રાયથી રંક, આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષોને ભાવનાથી રંગનાર સાહિત્ય છે. માટે જ તેનાં વિકાસ અને પ્રગતિ માટે દેશના વિદ્વાનોની પરિષદ મળવી જોઈએ અને સાહિત્યના ઉચ્ચ આશયો અને દિવ્ય હેતુઓ સધાય માટે તેઓ તરફથી ઉપાયો અને યોજના ઘડવાં જોઈએ. આ વસ્તુસ્થિતિએ ‘સાહિત્ય સભા’ને પરિષદ ભરવાની પ્રેરણા કરી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગ્રન્થપ્રસિદ્ધિનું જ ફક્ત કામ કરે છે; તેમ જ એ મંડળના ગમે તે સભાસદ થઈ શકે છે એટલે ત્યાં હંમેશ ગુજરાતના સર્વમાન્ય પંડિતો અને સાક્ષરો વિરાજમાન હોય એવો સંભવ નથી. ગુજરાતને ફ્રેન્ચ એકેડેમી અથવા બંગીય સાહિત્ય પરિષદ, નાગરી પ્રચારિણી સભા આદિ મંડળ જેવાની આવશ્યકતા છે એ સર્વ કબૂલ કરશે જ. નવી વાંચનમાળા રચાઈ તે વખતે આવા મંડળના અનસ્તિત્વથી થતું નુકસાન પૂરેપૂરું સમજાયું હતું. આવી ખોટ પૂરી પાડવાનો પ્રયાસ ‘ગુજરાત સાહિત્ય સભા’ એ આરંભ્યો છે. વિદ્વાનો, સાક્ષરો અને પંડિતોને સન્માનિત(honorary) સભ્યો થવા વિનંતિ કરી સાક્ષર મંડળ સ્થાપવા પ્રયાસો ચાલે છે. દરમ્યાન સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોને એકઠા મળવાનો પ્રસંગ બે અથવા પાંચ વર્ષે કરી આપી અન્યોન્ય સાથે પીછાન થાય, અન્યોન્યના અભ્યાસનો ને વિદ્વત્તાનો લાભ ગુજરાતી આલમને મળે એવા ઉદ્દેશથી સાહિત્ય પરિષદની યોજના કરવામાં આવી. ગુજરાતી ભાષામાં પાંડિત્ય અને રસિકતા ખીલે, નવીન શોધખોળ માટે ઉત્કંઠા તીવ્ર થાય, વિદ્યામાં સમાયેલા સર્વ વિષયોનું સાહિત્ય આપણી ભાષામાં રચાય, એ હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ અમદાવાદમાં પહેલી સાહિત્ય પરિષદ ભરવાનું સાહસ કર્યું હતું. ગુજરાતના સાક્ષરો, પંડિતો અને વિદ્વાનો જે જે અભ્યાસમાં રત હોય તે તે અભ્યાસનું આસ્વાદન ગુજરાતી ભાષા બોલનારાઓને કરાવે ને તેથી નવીન અભ્યાસીઓ ઉત્પન્ન થાય તેમ જ ભારતવર્ષના ઇતિહાસ, આચારવિચાર, ધર્મ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, – એટલે સમગ્ર જ્ઞાનસંપત્તિ વિશે જેટલું અંગ્રેજી વાચક જાણી શકે તેટલું સ્વતંત્ર લેખો દ્વારા ન બની શકે તો અનુવાદિત લેખો દ્વારા પ્રજા સમક્ષ રોશન થઈ શકે; પશ્ચિમના વિચાર અને જ્ઞાનભંડારમાંથી કયાં કયાં રત્નો લાવી આપણે અલંકૃત થઈશું – પાશ્ચાત્ય ઉદ્યાનના કયાં કયાં કુસુમો લાવી સૌંદર્ય અને સૌરભ આપણા આંગણામાં બહલાવશું, આપણા પૂર્વજોની જ્ઞાનસમૃદ્ધિ કેવી રીતે ઉપયોગમાં લઈશું, આદિ આદિ પ્રશ્નો અને હેતુઓએ સાહિત્ય પરિષદ યોજવા ગુજરાત સાહિત્ય સભાને પ્રેરી હતી. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે જેટલા પ્રકારે વિવેચન થઈ શકે અર્થાત્ તેનો ઇતિહાસ, ઘટના, જોડણી, વ્યાકરણ, લિપિ વગેરે વગેરે વિશે જે કાંઈ થઈ શકે તે કરવું; આપણી લલિતકળાઓ ચિત્ર, શિલ્પસ્થાપત્ય વગેરેનો પુનરુદ્ધાર શી રીતે થઈ શકે – સૌંદર્ય જેના દ્વારા માનવીનો ઉન્નત વિકાસ થાય છે એમ કવિઓ અને તત્ત્વજ્ઞાનીઓ કહે છે તેનો વાસ ગુર્જર હૃદયે હૃદયે કરાવવો, પ્રતિભાશાળી કલાવિધાનીને જોગવાઈઓ કરી આપી આગળ લાવવા, પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ જાણવા પુરાણવસ્તુશાસ્ત્ર, ઉન્નિલેખન, (epigraphy) નિષ્કશાસ્ત્ર(numismatics) પ્રભૃતિ શાસ્ત્રોનો અભ્યાસ અને શોખ જગાડવો, ઐતિહાસિક શોધખોળ જગાડી ઉત્તેજવી, આપણી પ્રજાના આચાર, રીતભાત, ને જીવનવ્યાપાર પ્રકાશિત કરતા લેખો, ચિત્રો, શિલ્પ વગેરેની માહિતી પ્રજાને આપવી અને સામાન્યતઃ સર્વને ઉપલબ્ધ થાય તેવા રૂપમાં પ્રગટ કરવાની જોગવાઈ કરવી – અને સરવાળે આપણી પ્રજામાં historical spirit જગાડવો; ભૂગોળનો અભ્યાસ, વ્યાપાર અને ઇતિહાસ તથા ધર્મના લાભાર્થે વધારવો; ‘સાયન્સ’ના અભ્યાસ માટે જોગવાઈ અને રુચિ ઉત્પન્ન કરવાં; હુન્નરઉદ્યોગના વિકાસ અને પ્રગતિને આવશ્યક એવા રસાયણશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, વિદ્યુતશાસ્ત્ર અને જીવનશાસ્ત્રનાં મૂળ તત્ત્વો સરળ ભાષામાં દરેક ગુજરાતી સસ્તી રીતે પ્રાપ્ત કરી વાંચી શકે એવા ઉપાયો સૂચવવા અને યોજવા, – આ હેતુ સાધવા પરિભાષા અને લેખનપદ્ધતિ (diction) કેવાં ઘડવાં તેનો નિર્ણય કરવો; આ ઉપરાંત સંસારશાસ્ત્ર(sociology) જેવા મહત્ત્વના વિષયને ચર્ચવો, તેની અંદર સમાયેલા માનવશાસ્ત્ર(anthropology) નૃવંશવિદ્યા(ethnology) માનસશાસ્ત્ર(psychology) નીતિતત્ત્વચિંતન(ethics) ને તત્ત્વચિંતન(Philosophy) સંબંધી જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અભ્યાસ કરાવવા;(તત્ત્વચિંતન ઇતિહાસદૃષ્ટિએ ઉકેલવું, આપણા જીવન અને પ્રારબ્ધને તેણે કેવી રીતે રચ્યું છે તે માપવું ઇત્યાદિ); આપણા દેશમાં ચાલતા સંપ્રદાયોના સિદ્ધાંતો ઇતિહાસ તથા તેમણે બજાવેલી દેશ, ભાષા અને સાહિત્યની સેવા પીછાનવી; હાલ અપાતી કેળવણી આપણી ભાષા દ્વારા કેવી રીતે સંગીન થઈ શકે તે વિચારવું અને ઉપાયો શોધી સરકારને સૂચવવા, તેમ જ પ્રજાજીવનના ઊર્ધ્વ પ્રયાણને વેગ મળે એવી કેળવણીની યોજના વિમર્શવી—વિવેચવી અને પ્રજા તથા સરકાર સન્મુખ મૂકવી; આપણાં સ્ત્રીબાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે એવું સાહિત્ય શી રીતે ઉપજાવવું; રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવાં પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓનાં કર્તવ્યાકર્તવ્ય નક્કી કરવાં—આપણાં પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર તેઓ શી રીતે કરી શકે તે વિચારી રાહ દાખવવો; તાત્પર્ય કે વિદ્યાના પ્રભાવથી આપણું દેશનું ભાગ્ય ઊઘડે— આપણી પ્રજાનો ઉત્કર્ષ શાથી થાય? એ પ્રશ્નના ઉત્તર અને નિરાકરણ માટે પરિષદે પ્રજાને જાગ્રત કરવી અને કર્તવ્ય આચરવા પ્રેરવી. અલબત્ત ઉદ્દેશ મહત્વાકાંક્ષી અને પ્રગલ્ભ છે; એક, બે કે પાંચ-છ પરિષદ ભરાય એટલે સિદ્ધ થાય એવો સંભવ નથી. જ્યારે સિદ્ધ થાય ત્યારે ખરો. જે થોડું તે ઘણું થયું છે એમ માનવું. સ્ફુલ્લિંગ પ્રગટાવશો તો કોઈ કાળે ભુવન-ભુવન અજવાળતો. સૂર્યનારાયણ પણ જન્મશે. હિમાલયના ઉત્તુંગ શિખર પર ચડવાની અભિલાષા હશે તો જ ઘોડાસરના ટેકરા ચડાશે. ઉદ્દેશ પરથી સમજાયું હશે કે પરિષદને પ્રતિવર્ષ મળવાની જરૂર નથી તેમ કૉંગ્રેસ કે કોન્ફરન્સની માફક ઠરાવો પસાર નથી કરવાના – ફક્ત તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે. થોડા વિષયો લઈ નિર્ણય ઉપર આવવાનો ઉદ્દેશ નથી પરંતુ જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચ સ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે. યુરોપની પંડિત પરિષદો જે ધોરણે કામ કરે છે તે જ ધોરણે આપણી પરિષદ પ્રયાણ કરશે તો નર્મદ અને મણિલાલના મનમાં જ પરિષદ ભરી પ્રજાનો ઉત્કર્ષ સાધવાની રહી ગયેલી અભિલાષા ગુજરાત કર્તવ્યપરાયણ અને પ્રવૃત્તિમાન તેમ જ ઉદાર ને ઉત્ક્રમમાન(evolving) રહેશે તો અલ્પ સમયમાં સફળ થશે.
ઑગસ્ટ ૧૯૦૭