રણજિતરામ ગદ્યસંચય – ૧/ઈસુનુ વર્ષ ૧૯૦૮: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 4: Line 4:
માનવજીવનના ઇતિહાસ પંચાંગોથી નથી ઘડાતા તોપણ એક વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હોય તો ભવિષ્યમાં તવારીખ- નવેશનું કામ સરળ થઈ જાય. ગુજરાત પોતાની પ્રવૃત્તિનું સરવૈયું કાઢે તો અનેકધા લાભ થવાનો સંભવ છે.

ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.
ગયા વર્ષથી ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કરવાની જે પ્રથા આ માસિક ‘જ્ઞાનસુધા’માં શરૂ થઈ છે તેને અન્વયે, મુખ્ય ઉદ્દેશને સહેજ વિસ્તારી આ લેખ લખવામાં આવ્યો છે.
આવો લેખ લખવાનાં સાધનો મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.
આવો લેખ લખવાનાં સાધનો<ref>સરકારી ત્રિમાસિક રિપોર્ટો, પત્રોના ગ્રંથસ્વીકાર અને ગ્રંથાવલોકન, ગ્રંથપ્રસિદ્ધિની જાહેરખબરો અને ખાનગી માહિતી સિવાય આવા લેખ લખવાનાં સાધનો નથી. પ્રસ્તુત લેખ માટે બને તેટલી માહિતી મેળવવા આ પત્રના તંત્રી રા. જીવનલાલે મુદ્રાયંત્રોના માલિકોને, ગ્રંથપ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથવિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ મુંબઈની ડી. લક્ષ્મીદાસની કંપની, વડોદરાના શ્રી શ્રેયઃસાધક અધિકારી વર્ગ, ‘શારદાભવન’ પ્રેસ, અને અમદાવાદના ‘જૈનસમાચાર’ તરફથી જ જવાબ આવ્યા. જેમ જેમ આવા લેખની ઉપયોગિતા સમજાતી જશે તેમ તેમ આ દિશામાંથી સારી મદદ મળવાનો સંભવ છે.</ref>મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી. સરકારી ત્રિમાસિક રિપોર્ટોમાં પુસ્તકોની નામાવલી ઘણી મોડી છપાય છે; વળી ‘રજિસ્ટર’ કરવા ન મોકલેલાં તેમજ દેશી રાજ્યોમાં પ્રકટ થયેલા ગ્રંથો તેમાં નોંધાતા નથી, એટલે આવો લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વાંચકોને વિનંતી છે.
જેવું જીવન તેવું સાહિત્ય. જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિષે કાંઈક જાણવું અવશ્યનું થાય છે. મનુષ્યોના ઐહિક અને આમુષ્મિક અર્થો સિદ્ધ કરવા નાના પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એ પ્રવૃત્તિઓમાંથી જન્મતાં બળો માનવજીવન ઘડે છે. ધર્મ, સંસાર, રાજ્ય આદિ પરત્વે થતી પ્રક્ષોભણા – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.

ધર્મ પરત્વે ખ્રિસ્તી પાદરીઓને લીધે જે પ્રક્ષોભણ થયું હતું તે બહારથી શમ્યું છે, પણ અંતર પ્રક્ષોભણા શરૂ થઈ ચૂકી છે. પાદરીઓ અને તેમનાં કામ તરફ અણગમો ફેલાતો જોવામાં આવે છે. આ અણગમો બતાવતી વખતે તેમણે ફેલાવેલી કેળવણી અને આણેલી ધાર્મિક જાગૃતિ વીસરી ન જવી જોઈએ. કન્યાકેળવણી માટે તેમ જ સસ્તે દરે માધ્યમિક અને ઊંચી કેળવણી આપવા એમણે ઓછું કર્યું નથી. ગુજરાતમાં રેવરંડ એંડ્રુઝ કે મૅકનીકોલ જેવા પાદરીઓ આવશે તો આ અણગમો ઘટવાનો સંભવ છે.

Line 37: Line 37:
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.
આફ્રિકામાં ગુજરાતીઓએ અતુલ વીરત્વ દાખવ્યું છે. સ્ત્રીઓએ પણ રજપુતાણી જેવું શૌર્ય દાખવ્યું છે. હિંદુ, મુસલમાન, પારસીઓએ એકત્ર થઈ ગુજરાતી નામ દીપાવ્યું છે.
રાજ્ય અને સંસાર સાથે સંબદ્ધ અર્થપ્રાપ્તિ અને શિક્ષણ વિશે થોડુંક વિચારીએ. કરાંચીથી મુંબઈ લગીનો દરિયો ગુજરાતીઓથી ઊભરાય છે; ઇંગ્લૅંડ, ફ્રાન્સ, આફ્રિકા, ચીન, જાપાન જાય છે તે તો જુદું. મુંબઈ અને અમદાવાદમાં વરાળયંત્રથી રૂની બનાવટ કરે છે. તેઓ અનેક નવા હુન્નરો ઉપજાવી દેશને આબાદી કરી શકે એવા છે. તેમની વૃત્તિ એ તરફ દોડી છે. જોઈતાં લાયકાત, કેળવણી અને સાધનો મેળવી તેઓ એ દિશામાં પ્રયાણ કરશે. સ્વદેશપ્રેમ અને પ્રામાણિકતાથી છલબલતાં હૈયાવાળાં મગજો જ્યારે એમાં પડશે ત્યારે જ સાફલ્ય મળશે.

ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન  (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.
ગયે વર્ષે બૅંકો, મિલોમાં વધારો થયો હતો તોપણ વેપાર અને હુન્નરઉદ્યોગ શી રીતે વધે તે વિશે હજુ જોઈએ તેવો ગુજરાતમાં વિચાર થયો નથી, અને થતો હોય એમ લાગતું નથી. વેપાર મહાજન  <ref>મુંબઈ અને અમદાવાદમાં એવાં મહાજન સ્થપાયાં છે. બીજે સ્થપાવાના જરૂર છે. ગુજરાતના મહાજનની સ્થાપના થવી જોઈએ.</ref> (Chamber of Commerce), ઔદ્યોગિક ને વ્યાપારી શિક્ષણ, ઉદ્યોગવેપારના ગ્રંથ, માસિકો, કાચા ને તૈયાર માલનાં સંગ્રહસ્થાનો, બૅંકો, વહાણો, રેલવે, ઇત્યાદિ અસ્તિત્વમાં લાવી, સાહસ—આગ્રહ—પ્રામાણિકતા—જ્ઞાન—ઉદ્યમશીલતા જગાવી, કેળવી અનેકવિધ આર્થિક ખીલવણી થઈ શકે. જાપાન, અમેરિકા ગયેલા દક્ષિણી, બંગાળીઓ કરતાં વિશેષ દેશપ્રેમી અને દેશોદય સારુ અભિલાષક પરદેશ ખેડતા ગુજરાતી વેપારી ક્યારે થશે? મરાઠી અને બંગાળીમાં પરદેશ ગયેલા દક્ષિણી કે બંગાળીઓ નાનાવિધના લેખ લખી પોતાના દેશભાઈઓને જાગૃત અને માહિતગાર કરે છે. આફ્રિકામાં મંડાયેલા કુરુક્ષેત્રનું મહાભારત કહેનાર કેમ કોઈ ગુજરાતી સૂતપુરાણી નીકળી નથી આવ્યો? વેપારી વર્ગ કેળવાશે ત્યારે જ ગુજરાતનું ભાગ્ય ઊઘડશે.
કેળવણીના મહાપ્રશ્ન વિશે આપણે ત્યાં છેક જ વિચાર – પ્રયત્ન થયા નથી એમ નથી. સરકારે જે ‘પ્રાથમિક કેળવણીની પદ્ધતિ દાખલ કરી તેમાં મર્હુમ માધવલાલ હરિલાલે સુધારો વધારો કર્યો; સાયન્સ અને હુન્નરનું જ્ઞાન આપવા પ્રો. ત્રિ. ક. ગજ્જરે વિચાર્યું અને એકલે હાથે દેશને એ જ્ઞાનનું અગત્ય સમજાવ્યું. ગાયકવાડ સરકાર અને મુંબઈના ધનાઢ્યોને લીધે કલાભવન, વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, ટાટા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિ સંસ્થાઓ હયાતીમાં આવી છે; મુંબઈમાં અને બીજે સ્થળે વેપારી કેળવણી આપવા શાળાઓ – વર્ગો ચલાવવામાં આવે છે, અને હાલના આપણા ના. ગવર્નરના આગ્રહને લીધે વેપારી કેળવણી આપવાની સારી યોજના થવાની વકી છે. એમના જ પ્રયાસથી સાયન્સનું પણ આપણને સંગીન જ્ઞાન મળશે એવી આશા છે. આપણા શ્રીમંતોએ ઉદારતાથી ના. ગવર્નરની સાયન્સ શીખવવાની યોજના વધાવી લીધી છે. પ્રો. ત્રિ. ક. ગજ્જરના સ્ત્રીકેળવણી વિશેના વિચારનું ફળ ‘સેવાસદન’માં પ્રત્યક્ષ થતું જાય છે. વડોદરાના શિક્ષકમંડળના વાર્ષિક સંમેલન સિવાય કેળવણી વિશે જાહેર ચર્ચા થતી નથી.

આમ છતાં પણ હજુ આ દિશામાં બહુ કરવાનું છે. સરકારી અથવા ખાનગી નોકરી મેળવવાની લાયકાત કેળવણીથી આવે છે એવું સામાન્યતઃ મનાય છે, અને એ જ હેતુથી માબાપો પોતાનાં બાળકોને કેળવે છે. કેળવણી લેવાથી જીવન ઉન્નત થાય છે, નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, વેપાર થઈ શકે છે, ખીલવી શકાય છે, દેશનો અને જાતિનો ઉત્કર્ષ થાય છે વગેરે વગેરેનું ભાન લોકોને જરાયે નથી. એક ચીલો પડ્યો છે તે પર થઈને સૌ ચાલ્યા જાય છે, પણ તે રસ્તે જવાથી સૌને લાભ થશે કે હાનિ થશે તેનો ખ્યાલ નથી. માબાપોને કેળવણીનાં ઉદ્દેશ અને ભિન્ન ભિન્ન સ્વરૂપોની ખબર નથી. શિક્ષકો અને વિચારકોનું લક્ષ હજુ આ મહત્ત્વના પ્રશ્ન તરફ ખેંચાયું નથી. ધર્મગુરુઓ તો પોતે જ અભણ હોય, જ્ઞાનપ્રકાશની જ વિરુદ્ધ હોય ત્યાં તેમની પાસેથી આશા રાખવી નિરર્થક છે. પંજાબમાં આર્યસમાજે અત્રત્ય અને પાશ્ચાત્ય વિચારસરણીનો સંવાદ લાવે એવી કેળવણી આપવા ‘ગુરુકુળ’ નામની સંસ્થા સ્થાપી છે અને કલકત્તાની કૉલેજો ઉપર જ્યારે સરકારી કાયદાના યમદૂતો પાશ લઈ ફરી વળવા લાગ્યા ત્યારે ‘રાષ્ટ્રીય કેળવણી’ રૂપ પાર્ષદો બંગાળની કેળવણીને ‘રાષ્ટ્રીય યુનિવર્સિટી’ રૂપી વૈકુંઠમાં લઈ જવા ઉદ્યુક્ત થયા છે. ગુરુકુળ અને રાષ્ટ્રીય શાળાઓમાં શિક્ષણથી વિદ્યાર્થીઓના જીવન – વિચાર – પ્રવાહ અમુક રીતે વહેવડાવવાનો ઉદ્દેશ છે; એટલે એ ઉદ્દેશ સાધવા આવશ્યક એવા કેટલાક વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન અપાયું છે, પરંતુ આ દેશની વિવિધરંગી પ્રજાને વિવિધ પ્રકારની સંપૂર્ણ કેળવણી મળે એવી વ્યવસ્થા અથવા વિચારણા થઈ નથી.

Line 113: Line 113:
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.
લેખક પોતે કૃષ્ણને ઈશ્વર તરીકે માને છે છતાં આ ગ્રંથમાં તેનું મનુષ્યત્વ જ આલેખ્યું છે, અને હિંદુ પ્રજાએ પોતાનો પ્રજાકીય આદર્શ કેવો ઉન્નત મેળવ્યો હતો તે બહુ સારું બતાવ્યું છે.
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.
રા. બ. ચિંતામણ વૈદ્યે પોતાના Epic India (મહાભારત અને રામાયણના સમયનું હિંદુસ્તાન)માં પણ શ્રીકૃષ્ણનું ચરિત્ર નિષ્કલંક અને ઉત્કૃષ્ટ હતું એમ જણાવ્યું છે.
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે.  
મૂળ ગ્રંથોનો અભ્યાસ ઘટવાથી નાના પ્રકારના અનર્થો થાય છે. શ્રીકૃષ્ણના ઉક્ત ઉત્તમ ચારિત્ર્યને સ્થાને લંપટતા, કપટીપણું, ક્રૂરતા, નીચતા, અસત્યવાદીતા, ઘાતકતા આદિથી ભરેલું કલુષિત ચારિત્ર્ય જનસમાજમાં પ્રચાર પામ્યું છે. આવા ગ્રંથોને લીધે એ આદર્શણીય ચરિત્ર જોવાની ઉત્સુકતા વધશે એવી આશા છે. મહાભારતના બનાવો અને પાત્રોનો આવો કેટલો બધો વિનિપાત પુરાણો અને આપણા માણભટોએ કર્યો છે? મૂળ ગ્રંથો વાંચવાની ટેવ ન હોવાથી આ રસ્તે જે જણાતું તે મનાતું. પરંતુ હવે તો ગ્રંથો છપાયા છે અને સંસ્કૃતનું જ્ઞાન વધતું જાય છે. તે વખતે વેદ, શાસ્ત્ર, સ્મૃતિ આદિ ગ્રંથોનાં ખોટાં અપાતાં પ્રમાણો જાતે જોયા વિના ન માનવા દરેક જણે તત્પર રહેવું જોઈએ. જો આમ મૂળ ગ્રંથો જોવાની અને બંકિમચંદ્ર તથા રા. ચિંતામણ વૈદ્યે મહાભારત નિરીક્ષ્યું છે તે રીતે એ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલતી ગપો, વિતંડા નિર્મૂળ થશે. લોકોને ચેતનભર અને સજીવન કરે એવા આદર્શો મળશે. <ref>આવો ઉત્કૃષ્ઠ ગ્રંથ ભિક્ષુ અખંડાનંદના ‘અહાલેક’ પછી પણ રૂ. દોઢની ભારે કિંમતે છપાય તે યોગ્ય નથી લાગતું. પ્રૂફ તપાસવા જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રખાઈ નથી. ભાષાનો પ્રતાપ ઓગાળી નાંખવામાં આવ્યો છે, પ્રલયવાહી રસસરિતા નથી વહેતી; ભાષા ખરબચડી, શિથિલ અને નિર્બળ લાગે છે.</ref> શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.
શ્રીમન્નથુરામ શર્માના શિષ્ય અને ‘મહિમ્ન’નું ભાષાંતર કરનાર રા. વિશ્વનાથ સદારામ પાઠકે નચિકેતાનું આખ્યાન નવલકથારૂપે લખી પ્રગટ કર્યું હતું.
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.
અમદાવાદના ‘સસ્તા સાહિત્ય પ્રકાશક મંડળે’ અંગ્રેજીમાંથી મૈત્રેયીના નવલકથારૂપે લખાયેલાં જીવનચરિત્રનો તરજુમો પ્રગટ કર્યો છે.
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.
અભયકુમાર મંત્રીનું જીવનચરિત્ર-એ જૈન ગ્રંથ છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ગયે વર્ષે અર્ધું ભાષાંતર બહાર પડ્યું હતું.
Line 171: Line 170:
કવિ નર્મદાશંકર અને દલપતરામથી જ આ નવા યુગની શરૂઆત થયેલી. ત્યાર પછી ગ્રેજ્યુએટ કવિઓના રા. નરસિંહરાવ દીવેટિયા અગ્રણી થયા. કુસુમમાલા અને હૃદયવીણા નામના બે કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ કર્યા પછી એમની કવિત્વધારા બંધ થઈ ગઈ હતી. વચમાં થોડાંક કાવ્યભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. બે એક વર્ષથી પાછી એ ધારા છૂટેલી છે. પરન્તુ જે કવિતાઓ પ્રગટ થઈ છે તેમાં હૃદયવીણાનો જ સૂર છે. પ્રગતિ કે વિકાસ થયેલો લાગતો નથી. ઊલટું એમની શક્તિ હ્રાસ પામતી જણાય છે.

રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.
રા. નરસિંહરાવની કવિતાની ગુણપ્રશંસા અનેકવાર રા. રા. રમણભાઈ નીલકંઠે કરી છે, અને ગુજરાત પાસે એ રીતે એ કવિતાની કદર કરાવી છે.
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે.  
રા. નરસિંહરાવની કવિતાની છાપ અનેક કાવ્યલેખકો ઉપર પડી છે. એમની કવિતામાં કેટલાક અંતર્ગત દોષો છે. તેમ એ દોષોને લીધે બીજાઓના હાથમાં એ જાતની કવિતા વધારે દૂષિત બને છે. ‘વિલાસિકા’નું અવલોકન કરતાં રા. નરસિંહરાવે તેમાં (૧) વૃથા તર્કતરંગ (૨) અવિશદતા – ક્લિષ્ટતા અને (૩) લાગણીની અવાસ્તવિકતાના દોષો રહેલા છે એમ બતાવ્યું હતું. આમાં (૪) નિષ્પ્રયોજન શબ્દો અને અલંકારો, (૫) શબવત્ અંગ્રેજીનાં અનુકરણ, (૬) છદ્મમૃદુતા, (૭) કલ્પના અને વિધાનની પુનરુક્તિ (૮) અસ્પષ્ટતા (want of precision) અને (૯) કલ્પના તથા કલાની પંગુતાના દોષો ઉમેરી લો. રા. નરસિંહરાવની કવિતામાં આ દોષો પગલે પગલે નથી જણાતા? દરેક સ્થળે બોધ મેળવવાની વૃત્તિ રસભંગ નથી કરતી? કવિત્વ ઘણીવાર કલ્પનાને બદલે ચાતુર્યથી મુગ્ધ નથી થતું? ‘દેશાભિમાન’ શબ્દથી ભડકનારામાંના રા. નરસિંહરાવ પણ એક હોય એમ લાગે છે. એમના સમગ્ર કાવ્યસંગ્રહમાં દેશાભિમાનનું એક પણ સારું કાવ્ય છે? જ્યાં સહેજસાજ ઉદ્ગાર કાઢ્યા છે તે કેટલા નિર્બળ છે? એમણે ઉદ્દીપન કરેલા ભાવો કેટલી બધી વાર અવાસ્તવિક અને અસ્વાભાવિક હોય છે? એમનાં પ્રકૃતિનાં અવલોકન પણ વાસ્તવિક હોય છે? એમનાં વર્ણનો કેટલાં થોડાં આબેહૂબ હોય છે? વર્ણનમાંથી આપોઆપ રસાનુભવ થાય છે? જે વિષયનું અમુક વસ્તુથી સૂચન કરવામાં આવે છે તેનું સ્વાભાવિક રીતે થવું જોઈએ તેવું સૂચન થાય છે? સૂચક અને સૂચિત વિષયોમાં દેખીતો વિરોધ નથી જણાતો? પ્રાસ સાચવતાં અર્થવિરોધ ઘણીવાર નથી થઈ જતો? આવેગ વિચ્છિન્ન થવાથી અને વિચાર સંસ્ખલન પામવાથી ક્ષોભ નથી ઊપજતો? મનુષ્યહૃદયના એમના અનુભવો ન્યૂન નથી લાગતા? કાવ્યનો અંત સ્વાભાવિક રીતે લાવવો, વિવેક વાપરી નકામા અંશો મૂકી દેવાથી અને અગત્યના અંશો પર ભાર મૂકવાથી કલા કેમ સુષ્ઠુ અને સુંદર બનાવવી વગેરે જાણતી બાબતો એમનાથી કેટલી વાર સચવાઈ છે? સંક્ષેપમાં એમની કવિતામાં intensity અને sincerity અતિશય ન્યૂન લાગે છે. કવેતાઈ બાની(poetic diction)નાં કિંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય તરીકે ઘણીવાર આદર મેળવે છે. <ref>આ સંબંધમાં, અવકાશ મળ્યે ઉદાહરણસહિત સવિસ્તર વિવેચન પ્રગટ કરવાની ધારણા છે.</ref>
મકરન્દની રસચર્ચાનું પણ યથાર્થ સમીક્ષણ કરવાની જરૂર છે. જેમ દલપતરામ, શામળ ભટ વગેરેને લીધે કવિતાના ખોટા ખ્યાલો ગુજરાતમાં પ્રચલિત થયા છે તેમ રા. નરસિંહરાવ અને રા. રમણભાઈને લીધે પણ કેટલાક ખોટા ખ્યાલો પ્રચારમાં આવતા જાય છે.

ગુજરાતે દક્ષિણની માફક સ્વરાજ્ય ગુમાવ્યું નહોતું એટલે ગુજરાતમાં નવા નવા યુગની રાજકીય ભાવનાઓ પ્રખર સ્વરૂપમાં જન્મી નહોતી. નાના પ્રકારના સાંસારિક રિવાજરસમોમાં કચરાતા ગુજરાતે સંસારસુધારણાનો અને તેની અંદર રહેલી ગૃહસુધારણાનો મહત્ત્વનો પ્રશ્ન ઉપાડી લીધો. ગૃહસુધારણામાં લગ્નનો પ્રશ્ન મોખરે આવ્યો. લગ્ન તે પ્રેમલગ્ન થવાં જોઈએ એ ભાવના જન્મી. ઈશ્ક(passion) અને સ્નેહનાં ગાન ગવાયાં. સૂફીવાદી કવિતાના અનુકરણમાં ઈશ્વરી સ્નેહ કે ઈશ્કનું દર્દ ગવાયું છે? અમને તો ઈશ્વરી સ્નેહના નામે ઈશ્કનું દર્દ જ ગવાયેલું લાગે છે. ગાનારાઓએ જાતે જ ટીકાઓ લખી ભ્રમ ઊભો કર્યો છે.

Line 191: Line 190:
દેહ ઘડતાં અનેક નવા છંદો – નવી ગરબીઓ એમણે રચ્યાં છે. કેટલીક ગરબીઓ જૂની છે–કાઠિયાવાડ તરફ પ્રચલિત છે, પરંતુ એમનાથી તો નવી જ રચાઈ છે. એમનાં ત્રણે કાવ્યસંગ્રહોના સમગ્ર દર્શનથી રા. અરદેશર ખબરદારને કવેતાઈ બાની (poetic diction) ઉપર સારો કાબૂ છે એમ લાગે છે. તરંગ(fancy) છે – કલ્પનાની છાંટ તેમાં ભરેલી છે. વિધાયક શક્તિ ખીલતી જાય છે. એ સર્વમાં વિચાર વધારે ને વધારે ભળશે તેમ તેમ ગાંભીર્ય વધશે. નવીનતા–ચમત્કાર, મનુષ્યના અંતરમાં નવો પ્રકાશ નાંખે એવો ચમત્કાર એમની કવિતામાં જરા ઓછો છે.

ભાષાની અને શૈલીની ક્લિષ્ટતા નથી : સરળતા છે. સચોટતા આવવી જોઈએ. ઘટ્ટ બંધારણ થવું જોઈએ. એમની કવિતાઓ શરૂઆતમાં ઘટ્ટ હોય છે, પછીથી ઓગળી જાય છે. એક જ વિચાર નવનવા દેહ ધારણ કરે છે એટલે વિચાર કે દેહના ચમત્કાર છૂટી પડે છે. ખૂબ વિચારે અને ઓછું લખે તો ઘણી વધારે સારી કવિતા લખી શકે એવાં ઉજમાળાં ચિહ્ન લાગે છે. વિચારો વધશે અને ખીલશે એટલે ચમત્કાર આવશે અને અનુકરણના અંશો હશે તેટલા એની મેળે જશે.

‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ  દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.
‘પ્રકાશિકા’માં સંગીતના અંશ ઊજળા છે. ભાવ પણ હૃદયાકર્ષી છે. ઉત્સાહ સર્વત્ર નજરે ચડે છે. ‘માતા અને તેનું બાળ,’ ‘બરાઈ,’ ‘હલદીઘાટ’ વગેરેમાં વિચાર કરતાં તરંગ અને ભાષાનું પ્રાધાન્ય વધારે છે. ‘અટુલી બાળા’ અને ‘દશરથ અને શ્રવણ વધ’ કલાપીનાં અનુકરણ છે. ‘અમારો દેશ’ અને ‘દેશભક્તની યાચના’ એ બે કાવ્યોમાં ઉત્સાહ અને શક્તિ છે, ગૌરવ અનુભવાય છે. બીજા દેશભક્તિનાં કાવ્યો કાં તો નિર્માલ્ય છે કે નરમ છે, તોપણ ‘અમે દેશી દેશી’ અને ‘ઓ  <ref>‘ઓ’ ને બદલે ‘આ’ હોત તો મજા અનેરી જ આવત.</ref> દિવ્ય અમારો દેશ’ એવાં વચન કાઢનાર પારસી નરવીર માટે ગુજરાતને અને સમગ્ર હિંદને અભિમાન હોવું જોઈએ. ‘હિન્દના દાદાનું સ્વદેશાગમન’ ઘણું સારું છે. પ્રસંગને અનુકૂળ છંદ વાપર્યો છે. વિચાર, લાગણી અને ભાષા એકરસ થઈ ગયાં છે – spiritથી રસબોળ થયાં છે. રા. અ. ફ. ખબરદારના કવિત્વના શુભ અંશો એમાં પ્રતીત થાય છે. આવું જ સારું કાવ્ય ‘આંસુડાં’ નામનું છે. પરંતુ લંબાણ જરા વિશેષ થઈ ગયું છે. ‘બહેનને આંગણે,’ ‘હાલરડું,’ ‘નવરાજનાં વધામણાં,’ ‘દિવ્યરથ,’ ‘વિદાય,’ ‘વહાલાની વેણુ,’ ‘ગોપિકા,’ ‘બંસરી,’ ‘વિયોગ,’ ‘નભગંગા,’ એટલાં સારાં કાવ્યો આ સંગ્રહમાં છે.
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.
નવી ગરબીઓમાંની કેટલીક રસભરી છે. ખંડ હરિગીત ઉત્સાહપૂર્ણ છે – spirited છે. શિખરિણીના નવા યોજેલા પ્રસ્તાવ પણ રસપ્રપૂર્ણ છે.
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.
પરંતુ કહેવું જોઈએ કે ‘પ્રકાશિકા’ કરતાં ‘વિલાસિકા’ માં એમની કવિતાનો વધારે સારો રસાનુભવ થાય છે.
રા. અરદેશર ખબરદાર આર્યસમાજના અનુયાયી છે. તેઓ પારસી કરતાં હિંદુ વધારે છે. હિંદુ પુરાણોમાંથી કાવ્યયોગ્ય વસ્તુ લે છે; પારસી તવારીખ કે ધર્મશાસ્ત્રમાંથી નહીં. કૉંગ્રેસના એક મુખ્ય અગ્રણી સર ફિરોજશાહ મહેતા માટે એમનું હૃદય આંદોલિત થાય છે. પરંતુ જુદ્દીન ઝઘડો એમને જરા પણ ક્ષુબ્ધ કરતો નથી. ‘ગોપિકા’ અને ‘બંસરી’ નાં કાવ્યો લખનાર પારસી સન્નારીનું જીવન આલેખતા નથી.

રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.
રા. નાનાલાલ દલપતરામ કવિનો એક કાવ્યસંગ્રહ ગયે વર્ષે પ્રકટ થયો હતો. તે આગમચ ‘કેટલાંક કાવ્યો’ના અભિધાનવાળો કાવ્યસંગ્રહ અને ‘વસન્તોત્સવ’ નામનું ખંડકાવ્ય પ્રગટ થયાં હતાં. રા. નાનાલાલની કવિતા વિશે રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. નરસિંહરાવ ભોળાનાથ, રા. રમણભાઈ મહીપતરામ, રા. કેશવલાલ હ. ધ્રુવ, રા. ઠાકોરલાલ હરિલાલ અને આ લેખના લખનારે પ્રસંગોપાત વિવેચન કરેલાં છે. ‘વસન્તોત્સવ’ ‘જ્ઞાનસુધા‘માં છપાયું ત્યારે રા. નરસિંહરાવે એના પર વિવેચન કર્યું હતું અને ગયે વર્ષે રા. ભાઈશંકર કુબેરજીએ<ref>‘વસન્ત’ પૃ. ૭, અંક ૧૦, ૧૧</ref> ‘વસન્ત’માં એ કાવ્યનું હાર્દ ખોટી રીતે ઉકેલ્યું હતું. ‘જ્ઞાનસુધા’માં <ref>‘જ્ઞાનસુધા,’ માર્ચ ૧૯૦૯</ref> એમની ટીકાનો થોડોક (માત્ર અર્પણપત્રિકાનો) વાસ્તવ જવાબ મળી ગયો છે, અને પૂરેપૂરો મળશે એવી આશા છે.
રા. નાનાલાલની કવિતા ધ્વન્યાત્મક છે અને એમાં રહેલા ધ્વનિનો રસાનુભવ જેમ વિશેષ તેમ આનંદ પણ ઉન્નત અને ચિરસ્થાયી. ‘વસંતોત્સવ’ ધ્વન્યાત્મક ખંડકાવ્ય છે. વસન્ત એટલે નવજીવન. સવિસ્તર ચર્ચા આ લઘુ લેખમાં કરવી યોગ્ય નથી માટે બીજે કોઈ પ્રસંગે રા. નાનાલાલની કવિતામાં રહેલાં સૌંદર્ય, રસ, પ્રસાદ, પ્રતાપ, સંદેશા આદિની ગુજરાતને પીછાન કરાવીશું.

રા. નાનાલાલ રસપ્રદેશના બંડખોર જેવા સંકુચિત જીવનના કેટલાક પુરુષોને લાગે. પરન્તુ એવો દિવસ આવશે કે રસની રેલ તો વિરલ કવિહૃદયની પ્રસાદીમાંથી જ વહે છે એવું ગુજરાત કબૂલશે. રસનું પુણ્યમય, સાત્ત્વિક અને પ્રતાપી દર્શન તો એમની જ કવિતામાં થાય છે. કલાનું પણ સુઘટ અને સુષ્ઠુ દર્શન એ કવિતા કરાવે છે.

Navigation menu