41
edits
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|જીવ | માય ડિયર જયુ}} | {{Heading|જીવ | માય ડિયર જયુ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડયો. પોતાના દેહ પર વીંટેલા ફાટલ તુટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો | ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડયો. પોતાના દેહ પર વીંટેલા ફાટલ તુટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તોય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ બોલ્યો, | ||
‘હજી જીવ સ.’ | ‘હજી જીવ સ.’ | ||
સાંભળતાં જ છોકરાએ કણસાટ બંધ કરીને પીળા ડોળા ડોસા તરફ ફેરવ્યા. છોકરાને આગળપાછળની કોઈ વાતની ખબર નહોતી. એ તો બધી વાત પોતાની જ થાય છે એમ સમજતો. થોડા દિવસથી એ પોતાના પંડને જમરાજ સામે પડેલો જોતો હતો. જમરાજ ક્યારે હાથ લંબાવે ને ક્યારે જીવ લઈને ચાલતા થાય એ નક્કી નહોતું. ડોશી – ડોસાએ પણ આશા મૂકી દીધી હતી. તોય, એકનો એક દીકરો, જુવાનજોધ, સાજોનરવો હોય તો ઘરે વહુ આંટા મારતી હોય; તે | સાંભળતાં જ છોકરાએ કણસાટ બંધ કરીને પીળા ડોળા ડોસા તરફ ફેરવ્યા. છોકરાને આગળપાછળની કોઈ વાતની ખબર નહોતી. એ તો બધી વાત પોતાની જ થાય છે એમ સમજતો. થોડા દિવસથી એ પોતાના પંડને જમરાજ સામે પડેલો જોતો હતો. જમરાજ ક્યારે હાથ લંબાવે ને ક્યારે જીવ લઈને ચાલતા થાય એ નક્કી નહોતું. ડોશી – ડોસાએ પણ આશા મૂકી દીધી હતી. તોય, એકનો એક દીકરો, જુવાનજોધ, સાજોનરવો હોય તો ઘરે વહુ આંટા મારતી હોય; તે બેય કંઈક ને કંઈક ઓસડ ઉપાય ને બાધાઆખડી કરવાથી થાકતાં નહીં. પણ આ તો રાજરોગ, એક વાર વળગે કે જીવ લઈને જ જાય. જેમ એવી માન્યતા, તેમ આવીય માન્યતા કે બચાવવાવાળો હજાર હાથવાળો છે; એની કિરપાએ જમરાજના હાથમાં ગયેલો જીવ પણ છોડાવી શકાય. એ આશામાં ને આશામાં ડોસા-ડોશી ગમે તે ઉપાય ચીંધે કે જીવ પર આવીને કરવા તૈયાર થઈ જતાં. | ||
જુઓ ને, આગલી રાતે વાસના ફળિયામાં બેઠેલા ગરૂડાએ કંઈક મંતર ભણીને ભગાને રાખની ચપટી આપેલી, ને કહેલું, આ અટાણે સોકરાના કપાળે | જુઓ ને, આગલી રાતે વાસના ફળિયામાં બેઠેલા ગરૂડાએ કંઈક મંતર ભણીને ભગાને રાખની ચપટી આપેલી, ને કહેલું, આ અટાણે સોકરાના કપાળે લગાડવાની, ને હાંભળ, નારણ ઊગે તંઈથી બેય માણહે નિરજળા અપ્પા કરવાના. ખોટું કામ તો હું, ખોટો વિશાર પણ નંઈ કરવાનો. સોવીસ કલાક કાઢી નાખો, ને બીજે દિ’એ નારણ ઊગે ઈની હારોહાર તારો ગગો બેઠો નૉં થાય તો મને ફટ કે’જે. | ||
છોકરા માટે ચોવીશ ક્લાક તો શું, ચોવીશ દિવસ અન્નપાણી વગર બેસી રહેવાની ભગાની તૈયારી. રાખની ચપટી છોકરાના કપાળે લગાવતાં એ ડોશી સામે મરકીને બોલ્યો હતો, ‘સોવીહ ક્લાકમાં આને બેઠો થ્યે'લો ભાળું.’ સાંભળીને ડોશીના ચહેરા પર રાજીપો છલકાઈ પડયો હતો; ને છોકરાના ફિક્કા ડોળામાં ઝબકાર થયો હતો. નિર્જળા ઉપવાસની વાત કરી એમાં તો ડોશીની શ્રદ્ધા અનેકગણી વધી ગઈ હતી. | છોકરા માટે ચોવીશ ક્લાક તો શું, ચોવીશ દિવસ અન્નપાણી વગર બેસી રહેવાની ભગાની તૈયારી. રાખની ચપટી છોકરાના કપાળે લગાવતાં એ ડોશી સામે મરકીને બોલ્યો હતો, ‘સોવીહ ક્લાકમાં આને બેઠો થ્યે'લો ભાળું.’ સાંભળીને ડોશીના ચહેરા પર રાજીપો છલકાઈ પડયો હતો; ને છોકરાના ફિક્કા ડોળામાં ઝબકાર થયો હતો. નિર્જળા ઉપવાસની વાત કરી એમાં તો ડોશીની શ્રદ્ધા અનેકગણી વધી ગઈ હતી. બેય માણસ આવતા દિવસની તૈયારી કરતા હોય તેમ આમતેમ આંટા મારવા માંડયાં હતાં. આવતીકાલની આશા અત્યારે એમના પગમાં ઊતરી હતી. | ||
એ વખતે હેઠવાસનાં છેડેથી સાદ સંભળાયો, ‘ભગા!’ | એ વખતે હેઠવાસનાં છેડેથી સાદ સંભળાયો, ‘ભગા!’ | ||
ભગો ઉતાવળે પગે બહાર આવ્યો. જેસુભા ઘોડી ઉપર બેઠેલો. ભગો નજીક આવ્યો ને એ બોલ્યો, ‘અટાણે આંટો માર. ને મરી ગિયો હોય તો ઢહડતો આવ્ય. મને થ્યું, વાડીયે જાતાં જાતાં તને કે’તો જાવ. જી | ભગો ઉતાવળે પગે બહાર આવ્યો. જેસુભા ઘોડી ઉપર બેઠેલો. ભગો નજીક આવ્યો ને એ બોલ્યો, ‘અટાણે આંટો માર. ને મરી ગિયો હોય તો ઢહડતો આવ્ય. મને થ્યું, વાડીયે જાતાં જાતાં તને કે’તો જાવ. જી બાપુનેય હવે ચિંતા થવા માંડી છ. આ તો પેટ સોળીને શૂળ ઊભું કર્યું એમ કે’તા’તા.’ | ||
ભગાના દેહમાં ઘડીક પહેલાં દોડતો હતો તે ઉત્સાહ શમી ગયો. એણે ઠાવકાઈથી ઉત્તર વાળ્યો, ‘હાંજકના તો હું જ્યાવ્યો’તો, માબાપ! તંયે તો જીવ અતો. ને ધાર્યા કરતાં કાઠો સ, ઈમ નંઈ મરે.’ | ભગાના દેહમાં ઘડીક પહેલાં દોડતો હતો તે ઉત્સાહ શમી ગયો. એણે ઠાવકાઈથી ઉત્તર વાળ્યો, ‘હાંજકના તો હું જ્યાવ્યો’તો, માબાપ! તંયે તો જીવ અતો. ને ધાર્યા કરતાં કાઠો સ, ઈમ નંઈ મરે.’ | ||
| Line 28: | Line 28: | ||
જઈને જોયું તો, પાડો જેમ પડયો હતો તેમ જ પડયો હતો આડો. ડોળા સ્થિર હતા, જાગતા સૂતેલા દર્દી જેવા. પણ ક્યારેક ક્યારેક કાન હલાવતો હતો. પેટની ધમણ ધીમે ધીમે એકધારી ચાલતી હતી. ક્યારેક એકાદ પગ ઊંચો કરીને પછાડતો હતો. પણ જીવાતના બણબણાટને દૂર કરવા પૂંછડું ફંગોળવાની તાકાત ન હતી. પૂંછડું તો બે દિવસથી કાઢતા રહેલા મળમાં ખરડાઈને નિર્જીવ થઈ પડયું હતું. આખા શરીરની રુવાંટી બેઠી થઈ ગઈ હતી, ભીષ્મ પિતામહની બાણશય્યા જેમ. પણ, તોય જાણકાર જોઈને કહેતા કે ઘડીબઘડીમાં જીવ જાય એવું લાગતું નથી. | જઈને જોયું તો, પાડો જેમ પડયો હતો તેમ જ પડયો હતો આડો. ડોળા સ્થિર હતા, જાગતા સૂતેલા દર્દી જેવા. પણ ક્યારેક ક્યારેક કાન હલાવતો હતો. પેટની ધમણ ધીમે ધીમે એકધારી ચાલતી હતી. ક્યારેક એકાદ પગ ઊંચો કરીને પછાડતો હતો. પણ જીવાતના બણબણાટને દૂર કરવા પૂંછડું ફંગોળવાની તાકાત ન હતી. પૂંછડું તો બે દિવસથી કાઢતા રહેલા મળમાં ખરડાઈને નિર્જીવ થઈ પડયું હતું. આખા શરીરની રુવાંટી બેઠી થઈ ગઈ હતી, ભીષ્મ પિતામહની બાણશય્યા જેમ. પણ, તોય જાણકાર જોઈને કહેતા કે ઘડીબઘડીમાં જીવ જાય એવું લાગતું નથી. | ||
અત્યારે | અત્યારે ભગાએય પાડાને જોઈને નિસાસો નાંખ્યો. એને પણ થયું કે હમણાં જીવ જાય એવાં કોઈ લખણ દેખાતાં નથી. એને પાડો આજ મરે કે કાલ મરે એની ઉપાધિ નહોતી. એને તો એનો દીકરો બેઠો થાય એની ચિંતા હતી. આવતીકાલ સવારથી નિર્જળા ઉપવાસનું વ્રત લઈને સાંજ સુધી પલાંઠી મારીને બેસી જવાનું નક્કી કરેલું એની ચિંતા હતી. પરંતું પરમ દિવસે જી બાપુને આંગણે અવસર. ભઈલુભાઈનો માંડવો. તે પહેલાં આ પાડો આંગણામાંથી દૂર થવો જોઈએ. | ||
પાડા સામું જોઈને ભગો એમ ને એમ બેસી રહ્યો. આજ રાતમાં કે | પાડા સામું જોઈને ભગો એમ ને એમ બેસી રહ્યો. આજ રાતમાં કે આવતીકાલ સુધીમાં પાડાનો જીવ નહિ જાય તો શું થાશે? | ||
ભગાએ બેઠા બેઠા ચારે કોર નજર ફેરવી. આડે દિવસે દસપંદર ઢોરની લાઈન ઊભી હોય ત્યાં – ગમાણ અત્યારે ખાલીખમ હતી. બધાં ઢોરને વાડીએ લઈ જવાયાં હતાં. ડેલી વટાવીને આંગણામાં આવો તો વીઘાએકનું આંગણું અત્યારે વાળીઝૂડીને સાફ કરવામાં આવ્યું હતું. એક ઓસરીએ આવેલા ચારે ઓરડાના બારસાખ ભરતચીતરથી શોભતાં હતાં. ડેલીમાં પુરુષો ને ઓરડામાં સ્ત્રીઓની વાતચીતમાં ઉમંગ છલકાતો હતો. એક આ પાડો બે દિવસથી જેમનો તેમ પડયો હતો, તે હવે, અત્યારે જી બાપુને ગળાનું હાડકું થઈ પડયો હતો. | ભગાએ બેઠા બેઠા ચારે કોર નજર ફેરવી. આડે દિવસે દસપંદર ઢોરની લાઈન ઊભી હોય ત્યાં – ગમાણ અત્યારે ખાલીખમ હતી. બધાં ઢોરને વાડીએ લઈ જવાયાં હતાં. ડેલી વટાવીને આંગણામાં આવો તો વીઘાએકનું આંગણું અત્યારે વાળીઝૂડીને સાફ કરવામાં આવ્યું હતું. એક ઓસરીએ આવેલા ચારે ઓરડાના બારસાખ ભરતચીતરથી શોભતાં હતાં. ડેલીમાં પુરુષો ને ઓરડામાં સ્ત્રીઓની વાતચીતમાં ઉમંગ છલકાતો હતો. એક આ પાડો બે દિવસથી જેમનો તેમ પડયો હતો, તે હવે, અત્યારે જી બાપુને ગળાનું હાડકું થઈ પડયો હતો. | ||
એમાં જીવા | એમાં જીવા કોળીનીય ભૂલ નહોતી. આઠદસ વાહાનું પાડરું કાનમાં ફળફળતું તેલ રેડો કે બે પાંચ કલાકમાં ઠરી જાય. જીવાની માન્યતા કાંઈ ખોટી નહોતી. આજ સુધીમાં એણે આવા હજારો પાડાને પતી જાતા જોયેલા. એ હિસાબે જ આગલી રાતે પાડાના કાનમાં તેલ રેડેલું. એમ કે સવાર સુધીમાં પતી જાશે. પણ પાડો લોંઠકો નીકળ્યો. બાપુની ભેંશ ખાધેલ પીધેલ. હાડે જબરી. તે પાડો જન્મ્યો ત્યારે જ મહિના-માસનો હોય એવો જબરો હતો. જીવાને એમ કે રહેવા તો દેવો નથી; ભલે આઠદસ દિ’ ખાઈપીને ઠેકડા મારે. તે છુટ્ટા મોંએ દૂધ – છાશ પીવા દીધાં. પાડો થઈ ગયો અઠવાડિયામાં છ આઠ મહિનાનો હોય એવો. તે હાથણી જેવી ભેંસો ને ઘોડા જેવી ગાયોને એનાં વાછરું સમેત વાડીએ લઈ ગયા ત્યારે પાડાને અહીં જ રહેવા દીધેલો. મા વગરનો થઈ ગયો કે તરત બરાડવા માંડેલો. એમાં રાત પડ્યે જીવલાએ બે જણની મદદ લઈને ફળફળતાં તેલનું છાલિયું પાડાના કાનમાં ઊંધું વાળેલું. એવા ખ્યાલે કે સવાર પડતાં પતી જાશે. ભગલાને કહેશું, ઢહડી જાશે. | ||
પણ પાડો બીજી ભાત નીકળ્યો. તેલ રેડયા ભેગો | પણ પાડો બીજી ભાત નીકળ્યો. તેલ રેડયા ભેગો મંડ્યો મોટે મોટેથી લાંબા લાંબા બરાડા પાડવા, ને ઠેકડા મારવા. હમણાં સાંકળ તોડી નાંખશે એવા અમાળછેડા લેવા. પછી માથાં પછાડવાં. પછી ઘણી વારે ઠેરાવીને સાંકળ તોડી નાખવી હોય એમ તંગ ઊભો રહ્યો. હવે એના બરાડા બંધ થઈ ગયા ને મોં ફાટી રહ્યું. મોંમાં ફીણના ફોહા વળ્યા. એકધારું બળ કરીને તંગ ઊભેલો તે ડોળા ફાટી ગયા. એમ ને એમ ઘણી વાર ઊભો રહ્યો. પછી ધબ્બ કરતો પડયો. ડેલીમાં બેઠાં બેઠાં જીવો ને જેસુભા ને બીજા બે-ત્રણ જણ બીડીઓ પીતાં પીતાં ને ગામગપાટા મારતાં મારતાં વચમાં વચમાં પાડા સામી નજર કરી લેતા હતા. પાડો પડ્યો પડ્યો પગ પછાડવા માંડ્યો, માથું પછાડવા માંડ્યો, ને છેરી ગયો. હવે અવાજ કરતો નહોતો. પણ પેટની ધમણ જોરજોરથી હાલતી હતી. જીવાએ અભિપ્રાય આપેલો કે, વાડીએ જાતાં જાતાં ભગલાને કહેતો જાઉં, સવારે ઢહડી જાય. | ||
ગઈ રાતે જેસુભા કહીને ગયો ત્યારે ભગાને આનંદ આનંદ થઈ ગયો હતો. એક તો શિયાળે ઢોર ઓછું મરે, તે ક્યારેક તો આખો શિયાળો સવાદિયા કોરા રહે. એમાં પોતાના ઈજારામાં ઢોર મરે તો ચામડું તો રહે, પણ સારા માંસની સૂકવણી પણ મન ચાહે એમ કરી શકાય. એ તો ઠીક, જી બાપુ જેવા મોટા માણસને ત્યાંથી મૂએલું ઢહડી આવીએ એટલે | ગઈ રાતે જેસુભા કહીને ગયો ત્યારે ભગાને આનંદ આનંદ થઈ ગયો હતો. એક તો શિયાળે ઢોર ઓછું મરે, તે ક્યારેક તો આખો શિયાળો સવાદિયા કોરા રહે. એમાં પોતાના ઈજારામાં ઢોર મરે તો ચામડું તો રહે, પણ સારા માંસની સૂકવણી પણ મન ચાહે એમ કરી શકાય. એ તો ઠીક, જી બાપુ જેવા મોટા માણસને ત્યાંથી મૂએલું ઢહડી આવીએ એટલે દાણોપાણીય સારાં મળે, ને વખતે ભઈલુભાના લગન છે તે માથેબંધણુંય આલે! સારા માલિકના ફાયદાય કેવા સારા! જી બાપુની આથ છે એટલે આમેય કેટલા ફાયદા થાય છે! વાડીપડાના કામમાં કે ભગાને પાલી દાણા વધુ આપજો. જી બાપુની પાછળ પાછળ ગામના બીજા ઘણાની આથ ભગવાનભાઈને. તે ચમારનાં બે ઘરમાં ભગાનું ખોરડું બહું મોટું કહેવાય. એના ભાઈ ખોડાને આથ ઓછી ને વસ્તાર ઝાઝો. કામ ઓછું મળે, તે દિવાળીએ દાણા પણ ઓછા ભેગા થાય. ખોડો સદાય ભગાનો ઓશિયાળો હોય એમ દિવસો કાપે. જ્યારે ભગો તો ખાધેપીધે સુખી. હેઠવાસમાંથી બજારે નીકળે ત્યારે કાછડીય સારા લૂગડાની હોય, ને માથેબંધણુંય કંઈ ફાટલતૂટલ ના હોય. એનું ઉઘાડું ડિલ એના સુખની સાખ પૂરે. | ||
પણ, આ બે વરસની માલીપા છોકરાએ ભગાને ઠેકાણે કરી નાંખ્યો. છોકરો દહાડે દિવસે લેવાતો ચાલ્યો, ને રોજરોજ પીળા બાળખાનો ઢગલો કરવા | પણ, આ બે વરસની માલીપા છોકરાએ ભગાને ઠેકાણે કરી નાંખ્યો. છોકરો દહાડે દિવસે લેવાતો ચાલ્યો, ને રોજરોજ પીળા બાળખાનો ઢગલો કરવા માંડ્યો. ભગો ભાંગી પડ્યો. ઓસડ માટે આંટા મારે એ સિવાય કોઈ કામમાં જીવ માને નહીં. રાતદિવસ છોકરા સામું જોઈને નિસાસા નાંખે, તે વરસદહાડામાં તો પોતે ગલઢોખખ થઈ ગયો. જીવતરનો સવાદ રહ્યો નહીં. પહેલાં જેવો ઠાઠમાઠ રહ્યો નહીં. જોઈતું કારવતું કામ કરે ને પછી લમણે હાથ દઈને બેસી રહે. ડોશીનેય જીવતર અકારું થઈ પડયું. એવી ને એવી સ્થિતિમાં ભગાએ ઘણા ઘરાક ખોડાને આપી દીધેલાં. જો કે, ઘરાક પર હક પોતાના રાખેલા, એટલે ઘરાક પહેલાં આવે એની પાસે, પછી ભગાને જાવું હોય તો જાય, નહીંતર ખોડાને મોકલે. ગઈ રાતે જેસુભા કહી ગયો કે, સવારે બાપુના ફળિયેથી પાડરું ઢહડી આવજે, ત્યારે એને આનંદ એ વાતનો હતો કે કામ કરતાં બદલો સારો મળશે. | ||
સવાર પડી, ને ઉતાવળે પગલે જીબાપુની બંગલીએ પહોંચ્યો, ને જોયું તો, પાડાનો શ્વાસ તો ચાલે છે! ભગો પાડાના ફાટ્યા ડોળાને ખુલ્લા મોંને તાકતો ઉભડક બેસી રહ્યો. એ વખતે જ જેસુભાએ ડેલીમાં પગ મૂક્યો. કંઈક અકળ ભાવથી ભગાએ જેસુભા તરફ નજર માંડી. | સવાર પડી, ને ઉતાવળે પગલે જીબાપુની બંગલીએ પહોંચ્યો, ને જોયું તો, પાડાનો શ્વાસ તો ચાલે છે! ભગો પાડાના ફાટ્યા ડોળાને ખુલ્લા મોંને તાકતો ઉભડક બેસી રહ્યો. એ વખતે જ જેસુભાએ ડેલીમાં પગ મૂક્યો. કંઈક અકળ ભાવથી ભગાએ જેસુભા તરફ નજર માંડી. | ||
| Line 46: | Line 46: | ||
‘કાં, કેમ લાગેસ?’ પાડા સામું જોતા જેસુભા બોલ્યો. | ‘કાં, કેમ લાગેસ?’ પાડા સામું જોતા જેસુભા બોલ્યો. | ||
હજુ જીવ સ, માબાપ. આમ તો ઘણો ટેમ ખેંશી ગ્યો કે’વાય!’ ભગાના અવાજમાં ઢીલાશ દેખાતી હતી. | 'હજુ જીવ સ, માબાપ. આમ તો ઘણો ટેમ ખેંશી ગ્યો કે’વાય!’ ભગાના અવાજમાં ઢીલાશ દેખાતી હતી. | ||
પાડો આજ મરે કે કાલ મરે એનું જેસુભાને મહત્ત્વ નહોતું. | પાડો આજ મરે કે કાલ મરે એનું જેસુભાને મહત્ત્વ નહોતું. આવતીકાલ સુધીમાં પાડો આંહી ન રહેવો જોઈએ એ જ વાત અગત્યની હતી. પરમ દિવસે મંડપમુહૂર્ત. આજનો દિવસ ને કાલનો દિવસ બાકી. પાડો નીકળ્યો જબરો. જેમ આમ એક રાત કાઢી નાંખી, એમ બીજી બે કાઢી નાંખે, તો તો ભારે થાય એ મૂંઝવણમાં જેસુભા બોલ્યો, ‘ગમે તેમ, કાલ સુધીમાં તારે એનો નિકાલ લાવવો જોહે.’ | ||
હવે ભગાની આંખોમાં મૂંઝારો ડોકાયો. એ કટકે કટકે બોલ્યો, ‘પણ અમીં તો મેલું ઢહડી જાઈં, માબાપ. કાંઈ જીવતે જીવ તો નો લઈ | હવે ભગાની આંખોમાં મૂંઝારો ડોકાયો. એ કટકે કટકે બોલ્યો, ‘પણ અમીં તો મેલું ઢહડી જાઈં, માબાપ. કાંઈ જીવતે જીવ તો નો લઈ જાઈ ન, બાપા!’ | ||
‘તો શું, માંડવા વખતે આને આંઈ ને આંઈ થોડો પડ્યો રહેવા દેવાશે?’ જેસુભા અકળાયો. | ‘તો શું, માંડવા વખતે આને આંઈ ને આંઈ થોડો પડ્યો રહેવા દેવાશે?’ જેસુભા અકળાયો. | ||
| Line 56: | Line 56: | ||
‘પણ અમીં જીવતા જીવને તો નૉ ઉપાડીઈ ન, માબાપ!’ ભગા પાસે બીજો જવાબ નહોતો. | ‘પણ અમીં જીવતા જીવને તો નૉ ઉપાડીઈ ન, માબાપ!’ ભગા પાસે બીજો જવાબ નહોતો. | ||
‘તમે નૉ ઉપાડો તંયે કોણ ઉપાડે, શિવશંકર ગોર?… જેનું કામ | ‘તમે નૉ ઉપાડો તંયે કોણ ઉપાડે, શિવશંકર ગોર?… જેનું કામ જે કરે…’ જેસુભાના અવાજમાં કરડાકી ભળી. | ||
‘અમારું કામ મૂએલું લઈ જાવાનું, માબાપ.’ ભગો પોતાની રીતે બરાબર હતો. જેસુભા એ સમજતો હતો. પણ અત્યારે આ અધમૂવા જીવનું કેમ કરવું એ એને મન મોટો મૂંઝારો હતો. હવે બીજા કોઈને કહીએ એ પણ સારું નહીં. ને કહીએ તો શું કહીએ? હવે પાડાને ઉપાડીને અડખે-પડખેના ફળિયામાં તો મુકાય નહીં! એય સારું ન લાગે. જે કરવાનું થશે તે ભગાએ જ કરવાનું રહેશે. હજી બે દિવસ છે. ઠાકર મહારાજ સારાં વાનાં કરશે, એવા વિચારે જેસુભાએ મન વાળ્યું. | ‘અમારું કામ મૂએલું લઈ જાવાનું, માબાપ.’ ભગો પોતાની રીતે બરાબર હતો. જેસુભા એ સમજતો હતો. પણ અત્યારે આ અધમૂવા જીવનું કેમ કરવું એ એને મન મોટો મૂંઝારો હતો. હવે બીજા કોઈને કહીએ એ પણ સારું નહીં. ને કહીએ તો શું કહીએ? હવે પાડાને ઉપાડીને અડખે-પડખેના ફળિયામાં તો મુકાય નહીં! એય સારું ન લાગે. જે કરવાનું થશે તે ભગાએ જ કરવાનું રહેશે. હજી બે દિવસ છે. ઠાકર મહારાજ સારાં વાનાં કરશે, એવા વિચારે જેસુભાએ મન વાળ્યું. | ||
‘ઠીક અટાણે તો જા તું તારે. સાંજકના આંટો મારજે. ઈ પે’લાં પતી જાહે તો બોલાવવા મોકલીશ.’ જેસુભાએ કહ્યું. ભગો બેય ગોઠણે હાથ ટેકવીને ઊભો થયો. આવ્યો ત્યારે એના પગમાં જોર હતું તે જતી વખતે ન રહ્યું. ઢીલાં પગલે એ હેઠવાસ તરફ ચાલ્યો. છોકરો માંદગીમાં પટકાણો ત્યારથી એને વાતવાતમાં અમંગળ કલ્પનાઓ ચમકી જતી. અત્યારે એમાં ઉમેરો થતો લાગ્યો. અત્યાર સુધીમાં કંઈ કેટલાંયે ઢોર ભલીભાતે ઢહડી આવ્યો હતો. ક્યારેય આવી મૂંઝવણ ઊભી થઈ નહોતી. આખી જિંદગી જીબાપુના કોઈ કામની ના પાડી નથી. બાપુએય એને જેમ છે તેમ સાચવ્યો છે; ના કેમ પડાય! એમાંય આવા અવસરે! પણ, જીવતાં જીવને ઉપાડવાથી તો પાપ લાગે. દેવની આડી. એવું કરીએ તો નખ્ખોદ નીકળી જાય. સહુ સહુના ધરમ. ધરમ પ્રમાણે ચાલવું જોઈએ. એવા એવા વિચારે ભગો આખો દિવસ છોકરાની ખાટલી પાસે બેસી રહ્યો. ઓલો જીવ જાય એમ થાય છે ને આ જીવ બચે એમ થાય છે, અને એની કલ્પનાઓ વારંવાર અમંગળ દેશમાં ઊડાઊડ કરે છે. સાંજ પડી તોય જીબાપુની ડેલી સુધી જઈ આવવાની અડપ ન થઈ. સાંજ પડી તોય કોઈ બોલાવવા આવ્યું નહિ. એટલે એને એ વાત ખોતરતી રહી કે પાડો હજી જીવતો હશે. | ‘ઠીક અટાણે તો જા તું તારે. સાંજકના આંટો મારજે. ઈ પે’લાં પતી જાહે તો બોલાવવા મોકલીશ.’ જેસુભાએ કહ્યું. ભગો બેય ગોઠણે હાથ ટેકવીને ઊભો થયો. આવ્યો ત્યારે એના પગમાં જોર હતું તે જતી વખતે ન રહ્યું. ઢીલાં પગલે એ હેઠવાસ તરફ ચાલ્યો. છોકરો માંદગીમાં પટકાણો ત્યારથી એને વાતવાતમાં અમંગળ કલ્પનાઓ ચમકી જતી. અત્યારે એમાં ઉમેરો થતો લાગ્યો. અત્યાર સુધીમાં કંઈ કેટલાંયે ઢોર ભલીભાતે ઢહડી આવ્યો હતો. ક્યારેય આવી મૂંઝવણ ઊભી થઈ નહોતી. આખી જિંદગી જીબાપુના કોઈ કામની ના પાડી નથી. બાપુએય એને જેમ છે તેમ સાચવ્યો છે; ના કેમ પડાય! એમાંય આવા અવસરે! પણ, જીવતાં જીવને ઉપાડવાથી તો પાપ લાગે. દેવની આડી. એવું કરીએ તો નખ્ખોદ નીકળી જાય. સહુ સહુના ધરમ. ધરમ પ્રમાણે ચાલવું જોઈએ. એવા એવા વિચારે ભગો આખો દિવસ છોકરાની ખાટલી પાસે બેસી રહ્યો. ઓલો જીવ જાય એમ થાય છે ને આ જીવ બચે એમ થાય છે, અને એની કલ્પનાઓ વારંવાર અમંગળ દેશમાં ઊડાઊડ કરે છે. સાંજ પડી તોય જીબાપુની ડેલી સુધી જઈ આવવાની અડપ ન થઈ. સાંજ પડી તોય કોઈ બોલાવવા આવ્યું નહિ. એટલે એને એ વાત ખોતરતી રહી કે પાડો હજી જીવતો હશે.! | ||
આખો દિ’બેશી હું | 'આખો દિ’બેશી હું ર્ યા સ? જરાક બા'રા તો નીંકરો!’ ડોશીએ ટપાર્યો ને એ બહાર નીકળ્યો. વાસના ફળિયામાં પાંચસાચ ગલઢેરા વચમાં બેઠો બેઠો ગરુડો ચલમ ખેંચતો હતો ત્યાં આવીને બેઠો. મંડળીમાં ભગાના વસમા દિ’ની વાત નીકળી. એકના એક જુવાન દીકરામાં ભગાનો જીવ વળગ્યો રહે છે એ વિપતની વાત થઈ. ગરુડાએ મંતર ભણીને રાખની ચપટી આપી, ને આવતી કાલે નિર્જળા ઉપવાસ રાખવાનું કહ્યું. સવારથી બેસી જાવું છે એવા વિચારે જેસુભાએ ન કહ્યું હોત તોય ભગો આંટો મારવાનો જ હતો. | ||
એ રાતે જઈને પાડાને જોઈ આવ્યો. પાડો જેમનો તેમ પડ્યો હતો. | એ રાતે જઈને પાડાને જોઈ આવ્યો. પાડો જેમનો તેમ પડ્યો હતો. | ||
edits