41
edits
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 68: | Line 68: | ||
બીજા દિવસની સવારે ડોસો – ડોશી નાહ્યાં. ડોશીએ મઢમાં દીવો કર્યો. ભગાએ દીકરાને ખભેથી પકડીને બેઠો કર્યો. પીળા ડોળા સિવાય છોકરાના કોઈ અંગમાં ચેતન નહોતું. ભગાએ છોકરાને હાથજોડ્ય કરાવી. ‘કાલ હવારે તો મારો હાવજ બેઠો થાહ, હોં!’ કહેતાં કહેતાં નિર્જળા વ્રતવાળી આંખોમાં જળનાં પડળ રચાણાં. અત્યારે એની કલ્પના મંગળ પ્રદેશના સીમાડા ઓળંગી રહી. દીકરાને સુવરાવીને એ દેવનું નામ લેતો લેતો ખાટલી સામે પલાંઠી લગાવીને બેસી ગયો. | બીજા દિવસની સવારે ડોસો – ડોશી નાહ્યાં. ડોશીએ મઢમાં દીવો કર્યો. ભગાએ દીકરાને ખભેથી પકડીને બેઠો કર્યો. પીળા ડોળા સિવાય છોકરાના કોઈ અંગમાં ચેતન નહોતું. ભગાએ છોકરાને હાથજોડ્ય કરાવી. ‘કાલ હવારે તો મારો હાવજ બેઠો થાહ, હોં!’ કહેતાં કહેતાં નિર્જળા વ્રતવાળી આંખોમાં જળનાં પડળ રચાણાં. અત્યારે એની કલ્પના મંગળ પ્રદેશના સીમાડા ઓળંગી રહી. દીકરાને સુવરાવીને એ દેવનું નામ લેતો લેતો ખાટલી સામે પલાંઠી લગાવીને બેસી ગયો. | ||
બેસતા શિયાળાના દિવસો. ટૂંકા ને મીઠી હૂંફાળા. દીકરા સામું જોઈને ડોસા – ડોશીને અન્નનો દાણો મોંમાં મૂકવાની ઇચ્છા થતી નહીં | બેસતા શિયાળાના દિવસો. ટૂંકા ને મીઠી હૂંફાળા. દીકરા સામું જોઈને ડોસા – ડોશીને અન્નનો દાણો મોંમાં મૂકવાની ઇચ્છા થતી નહીં; એમાં કાલ સવારે સૂરજ નારાયણ ઊગે ત્યારે એનો મોભી બેઠો થયેલો જોવાની શ્રધ્યા ભળી. એક દિવસ તો શું, એક મહિનો પાણી વિના બેસી રહેવાની તૈયારી. ડોશી ઉપવાસ છતાં ટહેલ ટપર કરતી હતી. આવે વખતે પુરુષ કરતાં સ્ત્રીઓનું મનોબળ જબરું હોય છે, પણ ડોસાનું મન બેઠાં બેઠાંય આઘુંપાછું થયા કરતું હતું. દીકરો નજર સામે હતો. પણ પાડો વારંવાર મનમાં ઊપસી આવતો હતો. પાડાનું શું કરવું? એ આજનો દિવસ કાઢી નાખે તો સવારે દિ’ ઊગે એ પહેલાં ઢહડી આવીશ, પછી જીવતો હોય કે મરેલો. અને આજ દિ’ આખામાં મરી જાશે તો તો ગમે ત્યારે કોઈક બોલાવવા આવશે જ. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ ભગાને એની ચિંતા પણ વધતી ચાલી. બપોર થયા, સૂરજનારાયણ શિયાળાની ભૂખરી દિશામાં ડૂબી ગયા. ભગાના ચહેરા પર દિવસ સુખરૂપ પસાર થયાની ચમક આવી. દેવ સહાય છે. ગરુડાએ કીધું તેમ ચોવીસ ક્લાક નીકળી જાય તો તો જિંદગીના દિવસો ફરી જાય! દિવસ હેમખેમ નીકળી ગયો, એમ રાત નીકળી જાય તો તો ઈશ્વરનો પાડ. ડોશીએ ટમટમિયું સળગાવ્યું. છોકરો સૂનમૂન પડ્યો પડ્યો ડોળા ફેરવ્યા કરતો હતો. | ||
હેઠવાસની બહાર કોઈએ બૂમ પાડી, ‘ભગા!’ ને ભગો ઊઠીને બહાર આવ્યો. | હેઠવાસની બહાર કોઈએ બૂમ પાડી, ‘ભગા!’ ને ભગો ઊઠીને બહાર આવ્યો. | ||
| Line 74: | Line 74: | ||
એક જુવાન કહીને ચાલતો થયો, ‘જેસુભા બોલાવે, જીબાપુની ડેલીએ.’ | એક જુવાન કહીને ચાલતો થયો, ‘જેસુભા બોલાવે, જીબાપુની ડેલીએ.’ | ||
ભગાને સારાં શુકન થયાં લાગ્યાં, બોલાવવા મોકલ્યો છે તો પાડો મરી ગયો હશે! ખોડાને લઈ જાવ ને લઈ આવીએ. એકલાથી તો | ભગાને સારાં શુકન થયાં લાગ્યાં, બોલાવવા મોકલ્યો છે તો પાડો મરી ગયો હશે! ખોડાને લઈ જાવ ને લઈ આવીએ. એકલાથી તો ઉપડે એવો નથી. મરેલું લઈ આવવું એ તો આપણો ધરમ. જેસુભા કહેતા’તા એમ જ થયું, ઘીમાં ઘી પડી ગયું. મારો અપ્પા અખંડ રહેશે અને જીબાપુનું કામ ટેમસર પતી જશે. એવા એવા વિચારમાં એ ભૂલી ગયો કે આજ એણે આખો દિવસ જળનું ટીપુંય લીધું નથી. એના દેહમાં આશાના સંચારે લોહી ફરવા લાગ્યું. ડોશીને કહીને, ફાટલતૂટલ ધાબળો ખબે નાંખતો’ક ને એ ગામ ભણી ઉપડ્યો. | ||
ડેલીએ પહોંચ્યો. જેસુભા ડેલી બહાર ઓટલે બેઠો હતો. અંદરથી મહેમાનોનો બોલાશ સંભળાતો હતો. જેસુભા ભગાને કતરાતી નજરે જોઈ રહ્યો. એની શિકલ જોઈને જ ભગાને ધ્રાસકો પડ્યો, સારાં વાનાં નથી લાગતાં! | ડેલીએ પહોંચ્યો. જેસુભા ડેલી બહાર ઓટલે બેઠો હતો. અંદરથી મહેમાનોનો બોલાશ સંભળાતો હતો. જેસુભા ભગાને કતરાતી નજરે જોઈ રહ્યો. એની શિકલ જોઈને જ ભગાને ધ્રાસકો પડ્યો, સારાં વાનાં નથી લાગતાં! | ||
| Line 82: | Line 82: | ||
‘કિમ, માબાપ!’ ભગો વધુ બોલી શક્યો નહીં.’ | ‘કિમ, માબાપ!’ ભગો વધુ બોલી શક્યો નહીં.’ | ||
‘તને કાલ કીધું નો’તું કે કાલ હુધીમાં પાડો | ‘તને કાલ કીધું નો’તું કે કાલ હુધીમાં પાડો આંયા રહેવો નૉ જોઈ?’ | ||
‘કીધું’તું ને, માબાપ.’ ભગો ધ્રૂજી ગયો. પળવારમાં એના હોઠ | ‘કીધું’તું ને, માબાપ.’ ભગો ધ્રૂજી ગયો. પળવારમાં એના હોઠ સૂકાઈ ગયા. ગળે ખખરી બાજી. | ||
‘તો કેમ નૉ ઉપાડી ગ્યો?’ | ‘તો કેમ નૉ ઉપાડી ગ્યો?’ | ||
| Line 90: | Line 90: | ||
‘જીવ અતો નીં કિમ ઉપાડી જાવ, માબાપ?’ | ‘જીવ અતો નીં કિમ ઉપાડી જાવ, માબાપ?’ | ||
જેસુભાનો અવાજ | જેસુભાનો અવાજ સ્હેજ મોટો થયો, ‘જીવ તો અટાણેય છે. તે શું આમ ને આમ માંડવા વચમાં પડ્યો રહેવા દેવાશે? હેં?’ | ||
ભગાએ ડોકું હલાવ્યું. જેસુભાએ હુકમ છોડ્યો, ‘અટાણે ને અટાણે | ભગાએ ડોકું હલાવ્યું. જેસુભાએ હુકમ છોડ્યો, ‘અટાણે ને અટાણે આંઈથી ઉપાડી જા. જીબાપુ તો કહીને ગયા છે કે ઈ નૉ લઈ જાય તો ઈના ભાઈને કહો.’ | ||
ભગાનો જીવ તાળવે ચોંટી ગયો. મગજમાં ચક્કર | ભગાનો જીવ તાળવે ચોંટી ગયો. મગજમાં ચક્કર ઘુમી ગયું : હું ના પાડું, ને ખોડાને કહે તો મારે શો વાંધો હોય? આમેય હું સામે ચાલીને ખોડાને કામ આપું છું ને! પણ અટાણે ના પાડું, ને બાપુને એમ થાય કે મેં ખરે ટાણે ના પાડી, ને બાપુ ક્રોધે ભરાઈને મારા નામ માથે ચોકડી મારી દે તો તો ભારે થાય. જીબાપુને લીધે તો મારા બીજા ઘરાક છે એ બધું બંધ થઈ જાય. એટલું જ નહિ, બાપુ રાજાના ભાયાત. આ ગામમાં જ નહિ, અડખેપડખેનાં ગામોમાં બાપુની આણ વર્તે. પછી તો આંહીંય નૉ રહેવાય, ને અડખેપડખેનાં ગામમાંય નૉ રહેવાય. ઈશ્વર કરે ને કાલ દીકરો સાજોનરવો થાય તો બાપનું ગામ મૂકીને ક્યાં ભટકવું? | ||
થોડીવાર મૂંગો મૂંગો જેસુભા સામું જોઈ રહીને ભગો કટકે કટકે બોલ્યો, ‘ઉપાડી તો હું જ જાશ, માબાપ. પણ મારા સોકરાને અહખ સ, તિ…’ | |||
જેસુભા વચ્ચે બોલ્યો, ‘તે એને અટાણે મુંબી લઈ જાવો છે?’ | જેસુભા વચ્ચે બોલ્યો, ‘તે એને અટાણે મુંબી લઈ જાવો છે?’ | ||
‘નંઈ નંઈ માબાપ. કાંય લઈ જાવો નથ. આજ મારે ઈના હારું અપ્પા સ તિ દિ’ | ‘નંઈ નંઈ માબાપ. કાંય લઈ જાવો નથ. આજ મારે ઈના હારું અપ્પા સ તિ દિ’ ઉગતા પે'લાં લઈ જાવ તો હાલે? | ||
હવે જેસુભાનો પિત્તો | હવે જેસુભાનો પિત્તો ઉછળ્યો. એ ઊભો થઈ ગયો. | ||
‘એટલે તારું કહેવું એમ છે કે માંડવામૂરત પહેલાં આંગણામાંથી મડદું નીકળે એમ? કાલો થા મા, કાલો. અટાણે ને અટાણે ઢહડી જા.’ કહીને જેસુભાએ પગ ઉપાડ્યા. | ‘એટલે તારું કહેવું એમ છે કે માંડવામૂરત પહેલાં આંગણામાંથી મડદું નીકળે એમ? કાલો થા મા, કાલો. અટાણે ને અટાણે ઢહડી જા.’ કહીને જેસુભાએ પગ ઉપાડ્યા. | ||
ભગો એની પાછળ પાછળ ચાલતા બોલ્યો, ‘લઈ જાશ, લઈ જાશ માબાપ, અટાણે જ વેંત કરું સવ. મારા એકલાથી તો | ભગો એની પાછળ પાછળ ચાલતા બોલ્યો, ‘લઈ જાશ, લઈ જાશ માબાપ, અટાણે જ વેંત કરું સવ. મારા એકલાથી તો ઉપડે ઈમ નથ. ખોડાને કવ. ઈસમાલનો એકો લઈ આવીઈં. અટાણે જ લઈ જાઈં સઈં, માબાપ.’ | ||
ભગો બોલતો રહ્યો. જેસુભા શેરીનું નાકું વળી ગયો. ભગાનું ચેતન હરાઈ ગયું. ટાઢો પવન એની સાથે છેડતી માંડી રહ્યો. એણે ફાટલતૂટલ ધાબળો ખભેથી લઈને શરીર પર લપેટ્યો. પણ થરથરાટી વધતી ચાલી. અત્યારે એને ભાન થયું કે નિર્જળા ઉપવાસથી શરીર ચેતનવિહોણું થઈ પડ્યું છે. છતાં અત્યારે જ આ કામ કરવું પડે તેમ છે. પગ ઉપાડ્યા વગર છૂટકો નથી. વિચારતાં વિચારતાં ચાલતો હતો, ને વચમાં વચમાં ઊભો રહી જાતો હતો એનું એને ભાન નહોતું. હેઠવાસ આવ્યો ત્યારે તો એના પગ ભાંગી ગયા. ઢગલો થઈને બેસી પડ્યો, ને એટલું જ બોલી શક્યો કે, ‘હજુ જીવ સ.’ | ભગો બોલતો રહ્યો. જેસુભા શેરીનું નાકું વળી ગયો. ભગાનું ચેતન હરાઈ ગયું. ટાઢો પવન એની સાથે છેડતી માંડી રહ્યો. એણે ફાટલતૂટલ ધાબળો ખભેથી લઈને શરીર પર લપેટ્યો. પણ થરથરાટી વધતી ચાલી. અત્યારે એને ભાન થયું કે નિર્જળા ઉપવાસથી શરીર ચેતનવિહોણું થઈ પડ્યું છે. છતાં અત્યારે જ આ કામ કરવું પડે તેમ છે. પગ ઉપાડ્યા વગર છૂટકો નથી. વિચારતાં વિચારતાં ચાલતો હતો, ને વચમાં વચમાં ઊભો રહી જાતો હતો એનું એને ભાન નહોતું. હેઠવાસ આવ્યો ત્યારે તો એના પગ ભાંગી ગયા. ઢગલો થઈને બેસી પડ્યો, ને એટલું જ બોલી શક્યો કે, ‘હજુ જીવ સ.’ | ||
| Line 112: | Line 112: | ||
‘ઈમાં આપડે હું કરીં ઈ!’ ડોશીને આગળપાછળ વાતની ખબર નહોતી. એને તો એટલી જ ખબર હતી કે બાપુનો પાડો મરી જાવાનો છે અને એને લઈ આવવાનો છે. એ માટે ભગો બે દિવસથી ધક્કા ખાય છે. | ‘ઈમાં આપડે હું કરીં ઈ!’ ડોશીને આગળપાછળ વાતની ખબર નહોતી. એને તો એટલી જ ખબર હતી કે બાપુનો પાડો મરી જાવાનો છે અને એને લઈ આવવાનો છે. એ માટે ભગો બે દિવસથી ધક્કા ખાય છે. | ||
‘આપડે જ કાં’ક કરવું | ‘આપડે જ કાં’ક કરવું જોહે.’ ભગો મૂંઝવણભર્યું બોલ્યો. | ||
‘મેલું ઢહડી આવીં ઈ આપડું કામ. બીજું આપડને હું અડે? | ‘મેલું ઢહડી આવીં ઈ આપડું કામ. બીજું આપડને હું અડે? | ||
edits